ધમકી:અરવલ્લી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપતાં ચકચાર

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકે ગાબટ પંચાયત આગળ થયેલ લડાઇનું કારણ અકબંધ
  • ગાબટ પંચાયત આગળ વેરો ભરવા આવતાં ઝઘડો, જિ.પં. કારોબારી અધ્યક્ષે લાકડથી હુમલો કર્યો, સામસામે ફરિયાદ

બાયડની ગાબટ પંચાયત આગળ અરવલ્લી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તથા રશિયાના મુવાડા ગામના વ્યક્તિ વચ્ચે ઝઘડો થતાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે સાઠંબા પોલીસ મથકે અરવલ્લી જિ.પં.ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલે સાઠંબા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રશિયાના મુવાડા ગામના વિક્રમખાંટ મહેશ ખાંટ ગુલાબ જે ખાંટ રાહુલ ખાંટ ગાબટ પંચાયત આગળ ઘરવેરો ભરવા ગયા હતા. તે સમયે તમામે અચાનક અપશબ્દો બોલી જીતુભાઈના ભત્રીજા દર્પણને અપશબ્દો બોલતાં ના પાડતાં ઉપરોક્ત શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે બીજી તરફ રશિયાના મુવાડાના મનીષકુમાર ખાંટે સાઠંબા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ દર્પણ પટેલને તમે અપશબ્દો કેમ બોલો છો તેમ કહેતા જીતુભાઈ પટેલે મહેશભાઈ ખાંટ ને જમણી આંખ બાજુ લાકડી ફટકારી હતી અને અન્ય કૌશલભાઇએ તેમને મદદગારી કરી તમામે ભેગા થઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...