તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બાયડમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરતાં ધારાસભ્ય સહિત કાર્યકરોની અટકાયત

બાયડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં મોંઘવારીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કર્યું હતું - Divya Bhaskar
બાયડમાં મોંઘવારીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કર્યું હતું
  • મોંઘવારી મુદ્દે મોડાસા-નડિયાદ હાઇવે પર પ્રદર્શન કરી ચક્કાજામનો પ્રયાસ

બાયડમાં મંગળવારના રોજ ધારાસભ્ય તથા જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં મોંઘવારીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ ડીઝલ , રાંધણ ગેસ , તેલ , ખાતર ના ભાવમાં વધારો દિન પ્રતિ દિન થઈ રહ્યો છે આમ જનતા ભોગ બની રહી છે અને પ્રજાના પ્રશ્નોના ઉજાગર કરવા માટે બાયડ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા - નડિયાદ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય સહિત 20 ઉપરાંત કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાતમાં વધતી જતી મોંઘવારીને લઈને અરવલ્લી જિલ્લાના બાયડ માલપુરના કોંગી ધારાસભ્ય જશુભાઈ પટેલ , કમલેદ્રસિંહ પુવાર સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું.બાયડમાંથી પસાર થતાં મોડાસા-નડિયાદ હાઇવે પર પ્રદર્શન કરી ચક્કાજામનો પ્રયાસ કરવા જતાં પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી

અન્ય સમાચારો પણ છે...