તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બાયડના રણેચીમાં એક જ સપ્તાહમાં માતા-પિતા તથા પુત્રનું મોત

બાયડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાએ આખા પરિવારને વેર-વિખેર કર્યો અગાઉ સાઠંબામાં પિતા-પુત્રનું મોત થયું હતું

બાયડ તાલુકામાં પણ કોરોનાએ તેનો અજગરી ભરડો લીધો છે. તાલુકામાં કોરોના મહામારીના કારણે કેટલાયે મરણ થવા પામ્યા છે અને હજી ઘણા લોકો કોરોના સંક્રમણના પગલે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બાયડના રણેચીમાં પ્રજાપતિ પરિવારે કોરોના મહામારીના કારણે પિતા,પુત્ર અને માતાનું મોત એક જ સપ્તાહમાં થતાં રણેચીમાં પ્રજાપતિ પરિવાર પર આભ તૂટી પડયું છે. અગાઉ પણ તાલુકાના સાઠંબામાં પ્રજાપતિ પરિવારમાં પિતા પુત્રનું મોત નિપજયુ હતું.

રણેચીમાં કોરોના સંક્રમણના પગલે પ્રજાપતિ ફળીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો.રણેચીના ભુપેન્દ્રભાઇ કાંતિભાઇ પ્રજાપતિ સંક્રમિત થતાં તેઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેમની તબિયતમાં સુધાર આવતાં સિવિલમાંથી રજા મળતાં પરત ઘરે આવ્યા બાદ ભુપેન્દ્ર ભાઇ પ્રજાપતિને ઓચિંતી તકલીફ વધતાં વધુ સારવાર અર્થે નજીકની વાત્રક હોસ્પિટલમાં પહોંચતાં સુધીમાં તેઓએ દમ તોડ્યો હતો. ભુપેન્દ્રભાઇનુંં અવસાન થયાના બીજા દિવસે તેમના પિતા કાંતિભાઇ કાંહ્યાભાઇ પ્રજાપતિનું મોત થયું હતું. જ્યારે એના બીજા દિવસે ભુપેન્દ્રભાઇની માતા મંગુબેન કાંતિભાઈ પ્રજાપતિનું પણ મોત થયું હતું.

રણેચીમાં પ્રજાપતિ પરિવારે એક સપ્તાહની અંદર જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પ્રજાપતિ પરિવાર પર આભ તુટી પડયું હતું. અગાઉ પણ બાયડ તાલુકાના સાઠંબામાં પ્રજાપતિ પરિવારમાં પિતા પુત્રનું મોત નિપજયુ હતું. જ્યારે એક અન્ય પ્રજાપતિ પરિવારમાં પિતા-પુત્રીનું મોત થતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

માલપુરના ગોઢના શિક્ષકને કોરોના ભરખી ગયો
માલપુરના ગોઢના શિક્ષક કોટવાળ લક્ષ્મણભાઈ શંકરભાઈ (38) જેઓ માતા-પિતાના એકના એક સંતાન હતા. તેઓ 13 વર્ષથી બનાસકાંઠાના ડીસા પાસે પાંથાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ત્યાં તેમને તાવ, ઉધરસ, શરદીનાં લક્ષણો જણાતાં તેઓ પોતાના વતન આવી માલપુર આરોગ્ય કેન્દ્રમાં રેપિડ ટેસ્ટ કરાવતા કોરોનાના પોઝિટિવ આવતાં સારવાર માટે મોડાસા કોવિડમાં જતા ઓક્સિજનના અને બેડ ના મળતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. તેઓ મેઢાસણ દવાખાને દાખલ થતાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો