પાકને નુકસાન:શંકરપુરા કંપામાં રવિવારે વીજળી પડતા પપૈયાના ખેતરમાં નુકસાન

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શંકરપુરા કંપા માં વીજળી પડતા પપૈયાંના પાકને નુકસાન થયું. - Divya Bhaskar
શંકરપુરા કંપા માં વીજળી પડતા પપૈયાંના પાકને નુકસાન થયું.
  • ટ્રાન્સફોર્મર પણ બળી જતા ગામમાં વીજ ઉપકરણો બળી ગયા

બાયડ તાલુકાના ડેમાઇ ગામ પાસે આવેલા શંકરપુરા કંપામાં રવિવારના રોજ પપૈયાના ખેતરમાં વીજળી પડતાં ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે વધુ વિગત આપતા શંકરપુરા કંપા ગામના ખેડૂત રાજુભાઈ મણીભાઈ પટેલ પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારના રોજ ભારે વીજ કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

જ્યારે વીજળી રાજુભાઇના પપૈયાના ખેતરમાં પડતાં અડધા વીધા જેટલા પપૈયાના છોડ બળીને ખાખ થઇ ગયા હતા.હાલના તબક્કે તૈયાર થયેલ 60 ઉપરાંત પપૈયાના છોડ બળી જતા ખેડૂત ને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વીજળી પડવાને લઈ ટ્રાન્સફોર્મર પણ બળી જતા શંકરપુરા કંપા ગામમાં અસંખ્ય વીજ ઉપકરણો પણ બળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...