તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જાહેરનામામાં ODHA હોવા છતાં AUDHA લખાતાં વિવાદ સર્જાયો

બાયડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડની ઓઢા પં.માં સરપંચની સીટને લઇ વિવાદ વકર્યો
  • સ્પેલિંગ ભૂલના કારણે ફાળવણી કરેલ બેઠક રદ કરવા માગ

બાયડ તાલુકાની ઓઢા પંચાયતમાં સરપંચની બેઠક જાહેર થતા જ વિવાદના વંટોળ ઉભા થઇ ગયા છે. ગામના નામમાં જાહેરનામામાં સ્પેલીંગ ખોટો લખાતાં ફાળવાયેલ બેઠક રદ કરવા માગ કરાઇ છે. ત્યારે ગામના પૂર્વ સરપંચ દ્વારા કલેક્ટરને આ બાબતે લેખિતમાં ફરિયાદ કરી છે આ અંગે વધુ વિગત આપતાં ઓઢાના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે ઓઢા પંચાયતમાં ગત ટર્મમાં સરપંચ તરીકે ની બેઠક અનુસુચિત જાતિની સીટ હતી. ત્યારબાદ હાલમાં જાહેર કરેલ બેઠક સામાજિક અને શૈક્ષણિક પછાત સ્ત્રી જાહેર કરાઇ છે.

ત્યારે પૂર્વ સરપંચ ના આક્ષેપ મુજબ સરકારના નિયમ મુજબ એબીસીડીએ મુજબ બેઠકોની ફાળવણી કરાઇ છે. ત્યારે ઓઢા ગ્રામ પંચાયત વિભાજનના ઓર્ડરમાં તા. 15-10-2011ના રોજ નોટિફિકેશનમાં odha લખાયેલ છે જેમાં હાલ જાહેર થયેલા સરપંચોની બેઠકમાં ઓઢા ગ્રામ પંચાયત અંગ્રેજી સ્પેલિંગ મુજબ Aodha લખાયેલ છે.

સ્પેલિંગ ભૂલના કારણે સરપંચની સીટની ફાળવણી ખોટી રીતે થઈ ગઇ છે. જેથી પુનઃ ઓઢા પંચાયતના સરપંચની બેઠક ની ફાળવણી કરવામાં આવે તેવી માગણી ઉઠાવી છે. તમામ સરકારી અધિકારીઓને આ બાબતે જાણ કરી દેવાઇ છે. સ્પેલિંગ ભૂલના કારણે ખોટી રીતે બેઠકની ફાળવણી થઈ ગઈ છે. જો બેઠક બદલવામાં નહીં આવે તો સમગ્ર ગામમાંથીઆનો વિરોધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...