કાર્યવાહી:બાયડના લાંક ગામના સરપંચ અને તેના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ચકચાર

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સરપંચના પુત્રની ઘરપકડ કરી,સરપંચ કાળુસિંહ ઝાલા ફરાર થઈ ગયો

બાયડ તાલુકાના લાંક ગામે સરપંચ તથા તેના પુત્ર મહિલા ઉપર દુષ્કર્મ આચરતાં બાયડ પોલીસ સ્ટેશને પિતા-પુત્ર સામે દુષ્કર્મનો ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.બાયડ પોલીસ સરપંચનો પુત્રને ઝડપી પાડ્યો હતો. બાયડ તાલુકાના લાંક ગામે સરપંચ તથા તેના પુત્ર દ્વારા જમીન પ્રકરણમાં મહિલાને ફોન ઉપર અપશબ્દો બોલ્યા હોવાનો ઓડિયો ક્લિપ બહાર આવતા ચકચાર મચી ગઇ હતી.

ઓડિયો ક્લિપમાં મહિલાને સાથે દુષ્કર્મ કર્યું હોય એવું કહેતાં ચકચાર મચી ગઇ હતી. આ ઓડિયો ગ્રામજનોએ સાંભળતા સરપંચ સામે ગ્રામજનો રોષે ભરાયા હતા. જ્યારે બાયડ પોલીસ મથકે સરપંચ તથા તેના પુત્ર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. પોલીસે સરપંચનો પુત્ર મનહરસિંહ કાળુસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. જ્યારે કાળુસિંહ રામસિંહ ઝાલા ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...