તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:બાયડના સાઠંબામાં જમીન પ્રકરણમાં 3 જણે બાયડના શખ્સનું અપહરણ કર્યું

બાયડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાતિ વિષયક અપમાનિત શબ્દો ઉચ્ચારી મારી નાખવાની ધમકી

બાયડના સાઠંબામાં 50 વીઘા જમીન મામલે શખ્સનું અપહરણ કરી ગડદાપાટુનો માર મારતાં ત્રણ શખ્સો સામે બાયડ ના રહીશે ફરિયાદ નોંધાવી છે.બાયડ પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી મુજબ બાયડ ના બસ સ્ટેશન પાછળ નંદનવન સોસાયટીમાં ચંદુભાઈ ગાડાભાઇ તીરગર રહે છે. તેમની પાસે અંબા ગામે સર્વે નંબર 199 માં 50 વીઘા જમીન છે.

આ અંગે ચંદુભાઇએ બાયડ પોલીસ સ્ટેશનને શુક્રવાર મોડી રાત્રે દિવ્યાંગ ઉર્ફે દિનેશ પટેલ રહે અમદાવાદ, અતીત અરવિંદભાઈ પટેલ રહે અમદાવાદ તથા અમરીશભાઈ પટેલ રહે. જીતપુર તા. બાયડ વિરુદ્ધ તેમણે બાયડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત ત્રણેય શખ્સોએ તા. 2-5-21 ના રોજ ચંદુભાઈને સાઠંબા જવાનું કહીને કાર માં બેસાડીને તેમનું અપહરણ કર્યું હતું. રસ્તામાં ગડદાપાટુનો માર મારી જાતિ વિષયક અપમાનિત શબ્દો ઉચ્ચારી મારી નાખવાની ધમકી આપી હતી.

જેમાં તેમને આરોપીઓ કારમાં વીરપુર વકીલની ઓફિસે તેમજ લુણાવાડામાં હોટલમાં લઇ ગયા હતા. રસ્તામાં તેમને સાઠંબામાં તેમની 50 વીઘા વેચાણથી આપવાની ધમકી આપી હતી. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે કારમાં ઝપાઝપી થઇ હતી. જેમાં ફરિયાદીનો ફોન પડી ગયો હતો.

આ સમયે ચંદુભાઇના પત્નીએ તેમને ફોન કર્યો હતો. જેમાં આરોપીઓએ આપેલી ધમકી ફોનમાં રેકોર્ડ થઈ ગઈ હતી. ગમે તેમ કરીને ચંદુભાઈ આરોપીઓની પકડમાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે બાયડ પોલીસમાં અપહરણ તેમજ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવાતા તપાસ એટ્રોસિટી સેલને સોંપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...