રજુઆત:બાયડના સસ્તા અનાજની દુકાનદારોના સંચાલકોનું પડતર પ્રશ્નોને લઇ આવેદન

બાયડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નો નહીં સ્વીકારાય તો સામૂહિક રાજીનામું અપાશે

બાયડ તાલુકા સહિત જિલ્લાભરમાં સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા સસ્તા અનાજની દુકાન સંચાલકોએ એક પછી એક પડતર પ્રશ્નોને લઈ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું આ અંગે એસો.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા સેક્રેટરી પ્રવિણભાઈએ જણાવ્યું કે શનિવારે બાયડ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. વિવિધ પડતર પ્રશ્નોને લઈ ને નિકાલ ન આવતાં આગામી ઓક્ટોબરમાં જથ્થો નહીં ઉપાડી સામૂહિક રાજીનામાં આપવા માટે બાયડ પ્રાંત અધિકારી તથા મામલતદારને આવેદન આપ્યું હતું.

બાયડ તાલુકાના ડીલરોના સામૂહિક રાજીનામા અંગે બાયડમાં મળેલ મિટિંગનું આયોજન કરાયુ હતું. જેમાં સરકારની વર્તમાન વિતરણ વ્યવસ્થામાં પડી રહેલી મુશ્કેલીઓ જેવી કે ઓછું કમિશન, સર્વર પ્રોબ્લેમ, સમયસર જથ્થો નહીં મળવો જેવી કેટલીક માંગણીઓ નહીં સંતોષાતાં બાયડ સસ્તા અનાજ ના દુકાન સંચાલકોએ સામૂહિક રીતે અને સર્વાનુમતે રાજીનામા આપવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...