તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:બાયડ - ગોતાપુર ST બંધ કરતાં ગ્રામજનોની આંદોલનની ચીમકી

મોડાસા,બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોતાપુરથી સવારે ઉપડતી બસ બંધ થતાં વિદ્યાર્થીઓની રઝળપાટ

બાયડ એસ.ટી ડેપો દ્વારા બાયડ-ગોતાપુર 35 વર્ષ જૂનો નાઈટ એસટી રૂટ બંધ કરાતાં 10 ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રૂટ બંધ હોવાના કારણે રાત્રે બાયડ ડેપોમાં મુસાફરોની રઝળપાટ કરવાની નોબત આવી છે. ગોતાપુર સરપંચ અશોકભાઈ ભરવાડે બાયડ ડેપોમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં વર્ષો જૂનો એસટી બસ શરૂ ન કરાતાં રૂટના મુસાફરોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

બાયડ ગોતાપુર નાઈટ બસ 7:15 કલાકે બાયડ ડેપોમાંથી ઉપડતાં પરિણામે અમદાવાદ નડિયાદ આણંદ કપડવંજ અને મોડાસા ધનસુરાથી સાંજે પરત આવતા ગોતાપુર નાઈટ રૂટના સુંદરપુરા, રડોદરા, અમરાપુર, વસાદરા, કાદવીયા લાલપુર, સરસોલી, જુમાત્રાલ, હેમાત્રાલ અને ગાબટ, ધરમડી, ઉભરાણ, પ્રાંતવેલ અને ગોતાપુરના મુસાફરો માટે બસ વરદાન સમાન સાબિત છે.

પરંતુ એસટી સત્તાવાળાઓની મનમાનીના કારણે ગોતાપુર નાઈટ એસટી રૂટ બંધ કરતાં સવારે અભ્યાસ અર્થે બાયડ ધનસુરા મોડાસા અને અમદાવાદ તેમજ કપડવંજ જતાં વિદ્યાર્થીઓ માટે મોટી મુસીબત ઉભી થઇ છે. ગોતાપુરના સામાજિક કાર્યકર જશુભાઈ ભરવાડ અને પ્રાતવેલના અશોકસિંહે જણાવ્યું કે એસટી સત્તાવાળાઓને રજૂઆત કરવા છતાં એસટી બસ શરૂ ન કરતાં 5 થી 7 જેટલા ગ્રામજનો આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...