તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બાયડમાં એક રાતમાં 5 મકાનનાં તાળાં તોડી રૂ. 4.25 લાખના મુદ્દામાલની ચોરી

બાયડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરોએ સામાન રફેદફે કર્યો. - Divya Bhaskar
ચોરોએ સામાન રફેદફે કર્યો.
  • શિવાલિક ગ્રીન સોસાયટી, દેવભૂમિ સોસાયટી અને મલ્હાર બંગલોઝમાં તરખાટ

બાયડમાં રવિવાર રાત્રે ચોરોએ ત્રણ સોસાયટીના પાંચ મકાનોનાં તાળા તોડી 4. 25 લાખની મત્તાની ચોરી કરી જતાં સનસનાટી મચી ગઇ છે. ચોરીઓને લઇ નગરની જનતામાં પોલીસ સામે જબરદસ્ત આક્રોશ ફાટ્યો છે.

બાયડની શિવાલિક ગ્રીન સોસાયટીમાં રહેતા અંકિતભાઈ ચૌધરીના ઘરનું તાળુ તોડી રૂ. 2.16 લાખના સોનાચાંદીના દાગીના અને રોકડની ઉઠાંતરી કરી હતી. ત્યારબાદ દેવભૂમિ સોસાયટીમાં રહેતા અનિલભાઈ પંચાલના ઘરે પણ હાથફેરો કરી ચોરોએ 2.90 લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડ લઈને પલાયન થઈ ગયા હતા. મલ્હાર બંગલોઝમાં ઘનશ્યામભાઈ પટેલ, દેવભૂમિ સોસાયટીમાં રહેતા જયદીપભાઇ પટેલ તથા શિવાલિક ગ્રીન સોસાયટીમાં અન્ય એક મકાનના તાળા તોડી પાડ્યા હતા. શિવાલિક ગ્રીન સોસાયટીના રહીશોએ જણાવ્યું કે ચોરોએ એક મોપેડ પણ ઉઠાવ્યું હતું. ત્યારે સોસાયટીના કેટલાક રહીશો જાગી જતાં ચોરો મોપેડ નાખી પલાયન થઈ ગયા હતા. બાયડ પોલીસે આ મામલે અંકિતભાઈ ચૌધરી તથા અનિલભાઈ પંચાલની ફરિયાદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ડોગ શિવાલિક ગ્રીન સોસાયટીમાં ગોળ ગોળ ફરી અને રોડ સુધી આવી અટકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...