તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બાયડની ગાબટ ગ્રામ પંચાયત દ્વારા ગુજરી બજાર પર પ્રતિબંધ

બાયડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ અટકાવવા તથા સ્થાનિક વેપારીઓને નુકસાન થતું હોવાને લઇ રોક લગાવી

બાયડ તાલુકાના ગાબટ ગામે ભરાતું ગુજરી બજાર ગ્રામ પંચાયત દ્વારા રોક લગાવાતાં હવેથી સદંતર બંધ થઈ ગયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બાયડ તાલુકાના ગાબટ ગામે બે વર્ષ અગાઉ પંચાયત દ્વારા જ એક ગુજરી બજાર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં નાના ગરીબ વેપારીઓ પોતાનો માલ વેચવા માટે દર બુધવારના રોજ ગામમાં આવતા હતા.

જેને લઇ સ્થાનિક વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવતો હતો ગુજરી બજારમાં મળતી ચીજ વસ્તુઓનો ભાવ સદંતર ઓછો હોવાને લઈને નુકસાન માત્ર મોટા વેપારીઓને થતું હતું. જ્યારે બીજી તરફ કોરોનાની મહામારીમાં ફરીથી કેસો વધવાને લઇ મોટું સંક્રમણ ફેલાય એવી દહેશત પણ સેવાઇ રહી હતી તમામ મુદ્દાઓને ધ્યાને રાખી ગાબટ પંચાયત દ્વારા ગુજરી બજાર ઉપર સંપૂર્ણ રોક મૂકી દેવામાં આવી હતી. ગુજરી બજાર ઉપર રોક લાગવાને લઈ નાના વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે ગાબટના વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો