ધમકી:બાયડના આંબલિયારાની મહિલાને દીકરી અવતરતાં ધમકી

બાયડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાયડના આંબલિયારા ગામની મહિલાને સાસરિયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરતાં આંબલિયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે આ અંગે મળેલ માહિતી મુજબ મૂળ દાદરાનગર હવેલીની મહિલાના લગ્ન આંબલીયારામાં અનિરુદ્ધ સિંહ રાણા સાથે થયા હતા.

શરૂઆતી લગ્નજીવન બાદ મહિલાને દીકરી અવતરતા સસરા જયેન્દ્રસિંહ રાણા સાસુ મંજુલાબેન રાણાએ અવારનવાર દીકરીનો જન્મ થવાને લઇ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે પતિ અનિરુદ્ધસિંહ તથા સાસરિયાએ અવારનવાર પિયરમાંથી કઈ કરિયાવર લાવ્યા નથી તેમ કહી પાંચ લાખની માગણી કરી મારઝૂડ કરી કેરોસીન છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...