ક્રાઇમ:બાયડના રમોસ ગામમાં કારમાં આવેલા શખ્સો દ્વારા બાળકોને ઉઠાવવાનો પ્રયાસ

બાયડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડ તાલુકામાં બાળકોને ઉઠાવવા આલેલ ગેંગ સક્રીય બની હોવાની બુમ

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં બાળકોને ઉઠાવવા આલેલ ગેંગ સક્રીય બની હોવાની બુમ ઉઠી છે ત્યારે મંગળવારના રોજ બપોરના સમયે અલ્ટો કાર લઈને આવેલ શખ્સોએ બાળકોને ઉઠાવી જવાનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે ત્યારે બાળકના વાલી દોડીને આવી જતા કાર ચાલકો કાર લઈને ફરાર થઈ ગયા હતો. પોલીસ દ્વારા આવા અજાણ્યા વાહન ચાલકોને અને આ ગેંગને ઝડપી પાડવા તાલુકાની પ્રજામાં માંગ ઉઠી છે.

બાયડ તાલુકાના રમોસ ગામે બપોરના સમયે કેટલાક બાળકો ગામમાં રમતા હતા ત્યારે અલ્ટોકારમાં આવેલ કેટલાક શખ્સોએ રમતાં બાળકો પાસે કાર ઉભી રાખી બાળકો સાથે પ્રશ્નોત્તરી કરતા હતા અને કારમાંથી નીચે ઉતરી બાળકને પકડવાનો પ્રયાસ કરતા બાજુમાં રહેલા બાળકોના વાલી ઉભા થઇને બાળકો પાસે આવી જતા શખ્સો કારમાં બેસી કાર લઈને ભાગી છુટ્યા હતા ત્યારે રમોસ ગામમાં બનેલ આ ઘટનાથી બાયડ સહિત ગ્રામ્ય વિસ્તારોના બાળકોના વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

ત્યારે આ ગેંગના માણસો પહેલા ગામમાં માગવાના બહાને મહિલાઓ પાસે બાળકોની રેકી કરતા હોવાની તહેર તરેહની ચર્ચા ઉઠી છે ત્યારે પોલીસતંત્ર દ્વારા બાયડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ કરી આવા તત્વોને ઝડપી પાડવામાં આવે તેવી પ્રજામાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...