રજૂઆત:અરવલ્લી-સાબરકાંઠાના સિંચાઈના અધિક્ષક ઈજનેરે વિકાસના કામોનું ચૂકવણું ન કરતાં રોષ

બાયડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરપંચો મુખ્યમંત્રીને રજૂઆત કરશે - Divya Bhaskar
સરપંચો મુખ્યમંત્રીને રજૂઆત કરશે
  • સરપંચોની વિરુદ્ધમાં બેફામ નિવેદનો આપતાં આ અધિકારી સામે પગલાં ભરવા માગ કરાઇ
  • ​​​​​​​અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સરપંચો અધિકારીની વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરશે

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરે વિકાસના કામોને યેનકેન પ્રકારે રોકી રાખી કરેલ કામનું ચૂકવણું ન કરી અનેક લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. ત્યારે સરપંચો વિરુદ્ધમાં પણ બેફામ નિવેદનો આપવાને લઇ હવે સરપંચો પણ લડાયક મૂડમાં આવી ગયા છે.સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા સિંચાઇ સ્ટેટ વિભાગના અધિક્ષક ઈજનેર કોટવાલની કાર્યપ્રણાલી સામે ચારે તરફથી વિરોધ વંટોળ ઉભા થયા છે.

આ અધિકારી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અરવલ્લીના પૂર્વ પ્રભારી મંત્રી રમણભાઈ પાટકર દ્વારા અનેક વખત લેખિતમાં આદેશો કરવા છતાં અધિકારીએ અરવલ્લી જિલ્લાના ચેકડેમ રિપેરીંગ જેવા કામોના રૂપિયા જે તે એજન્સીઓને ચૂકવવા માટે જાણ કરી હોવા છતાં પણ ચૂકવ્યા નથી. તત્કાલીન મુખ્યમંત્રી તથા પ્રભારી મંત્રી ના આદેશોને ન માની મનમાની કરતાં અધિકારી સામે હવે સરપંચો પણ લડાયક મૂડમાં આવી ગયા છે. સરપંચો સમગ્ર પ્રકરણે મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

સરપંચો હવે લડાયક મૂડમાં
આ અંગે કરોલી, મોટાલાલપુર, રમાસ, વાસણા, મોટાઅલવા, વંટડા, સુકા વગેરે પંચાયતોના સરપંચોએ લેખિતમાં આ અધિકારી સામે પગલાં ભરવા માટે માગણી ઉઠાવી છે. સરપંચોએ લેખિતમાં જણાવ્યું છે કે આ અધિકારી સરપંચો વિશે બેફામ નિવેદનો આપી સરપંચના પદની ગરીમાને ઠેસ પહોંચાડી છે.

સિંચાઈમાં વિકાસના કામો ખોરંભે
અધિકારીની મનમાનીને લઇ સિંચાઈ સ્ટેટ અરવલ્લી જિલ્લા વિભાગમાં સિંચાઇના કામો લડાઈઓને લઇ ખોરંભે પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિકાસના કામોને ખોરંભે પાડનાર અધિકારી સામે કડક પગલાં ભરવા માટે પણ આમ જનતામાંથી માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...