તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અરવલ્લી ખાણ અને ખનીજે 10 દિવસમાં ગેરકાયદે ખનન કરતાં 15 વાહનો પકડ્યા

બાયડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માહિતી આધારે રેડ કરી જિલ્લામાં 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અરવલ્લી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા દસ દિવસમાં જુદી જુદી જગ્યાએ માહિતીના આધારે તપાસો કરી 5 કરોડથી ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અંગે વધુ વિગત આપતા અરવલ્લી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી મનભાઈ ચૌધરી એ જણાવ્યું કે અરવલ્લી ખાણ ખનિજ વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસોમાં ગેરકાયદે ખનન અને વહન કરતાં કુલ 15 વાહનો સહિત અંદાજે 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેસીબી અને 1 હિટાચી મશીન જપ્ત કરી 9.27 લાખની દંડકીય વસુલાત કરી હતી.

ગેરકાયદેવહન કરતાં કુલ 11 ડમ્પર જપ્ત કરાયા છે જે પૈકી 07 રેતી, 02 માટી, 02 બિલ્ડીંગ સ્ટોન-કપચીના ડમ્પર અને 01 ટ્રેકટરમાં કુલ રકમ રૂ.12.23 લાખનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે અંદાજે 04 લાખનો દંડ વસૂલવા નોટિસ પાઠવી છે. છેલ્લા 10 જ દિવસમાં અંદાજે રૂ. 22 લાખની વસૂલાત કરી છે. રાજેન્દ્રનગર ચોકડી પાસે કોલ્ડસ્ટોરેજમાં માટી પુરાણ બદલ 1.12 લાખ વસૂલવા નોટિસ આપી છે. બીજી બાજુ આજ સમયગાળામાં ભિલોડામાં મંજૂર કરેલ ખનીજના સ્ટોકોમાં પણ 07 સ્ટોકની માપણી હાથ ધરી તેની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

આંબલીયારામાં લીઝોની તપાસ કરવા માંગણી ઉઠી
બાયડના આંબલીયારામાં કેટલીક ગેરકાયદે લીઝ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે માઝૂમ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગે તપાસ કરવા માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...