કાર્યવાહી:અરવલ્લી ખાણખનીજે બે દિવસમાં રેતી ચોરી કરતાં 9 વાહનોને પકડ્યા

બાયડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વાહનની ફરજ રૂકાવટ બદલ ભિલોડા પોલીસમાં ફરિયાદ કરાઇ

અરવલ્લી ખાણખનીજ વિભાગે બે દિવસમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં કુલ 09 વાહનો સહિત અંદાજે 02 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને 1 વાહનની ફરજ રૂકાવટ બદલ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છેભૂસ્તરશાસ્ત્રી, અરવલ્લી મન ચૌધરીની સૂચનાથી ખાણ અને ખનિજ અરવલ્લીની તપાસ ટીમ દ્વારા અરવલ્લીમાં છેલ્લા 2 દિવસમાં વિવિધ જગ્યાએ વોચ ગોઠવી ગેરકાયદે અને વાહનની ક્ષમતા કરતાં વધુ વજનનુ ખનિજ વહન કરતાં 06 રેતી ખનિજ અને 03 ક્વર્ટઝાઇટ ખનિજના ગેરકાયદે વહન બદલ કુલ 09 વાહનો સહિત અંદાજે રૂ. 02 કરોડનો મુદ્દામલ જપ્ત કરેલ છે જે બદલ અંદાજે રૂ. 16 લાખની દંડકીય રકમ વસુલવા કાર્યવાહી હાથ ધરેલ છે.

આ તપાસ દરમ્યાન તા.06.10.2021 ના રોજ તપાસ ટીમ દ્વારા ભિલોડા રોડ પર ચેકિંગ સમયે વાહન નં GJ-31-T-9299 માં ખનીજનો ટેકરો કરી વાહનની ક્ષમતા કરતાં વધુ વજનનુ ખનિજ વહન કરતાં હોવાનુ જણાતાં વાહન ચાલકે વાહન ઉભુ ન રાખી પુરપાટ ભેટાળી થી મહેરૂ તરફ ભગાડી જતાં વાહનનો પીછો તપાસ ટીમ દ્વારા કરતાં વાહનચાલકે વાહનમાં ભરેલ ખનીજ પૂરાવા નાશ કરવાના હેતુથી ચાલુ વાહને હાઇડ્રોલીક કરી વાહન જાહેર માર્ગ પર ખાલી કરી રસ્તા પર મૂકી ભાગી જતાં સરકારી કામકાજમાં ફરજ રૂકાવટ બદલ માઇન્સ સુપર વાઇઝર(ઇ.ચા.), પ્રકાશ દંતાણી દ્વારા ભિલોડા પોલીસમાં વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...