તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પોતાની મનમાની કરે છે: ધનસુરા તાલુકા મહામંત્રી

બાયડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ પ્રમુખ કોંગ્રેસના સંકલનમાં રહે છે નો આક્ષેપ વાળો પત્ર પ્રદેશમાં લખ્યો

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ કોંગ્રેસના સંકલનમાં રહે છે તેવો પત્ર ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રીએ પ્રદેશમાં પત્ર લખતાં હલચલ મચી ગઇ છે.

ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે હવે મોરચો માંડ્યો છે. તાલુકા ભાજપ મહામંત્રીએ ખુલ્લેઆમ અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ ની જ પોલ ખોલી નાખવા સાથેના આક્ષેપ વાળો પત્ર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને સોમવારે મોકલ્યો હતો. આ પત્રમાં જણાવ્યું કે કોઇ પણ ફરિયાદ કરીએ તો પ્રમુખ તમારાથી જે થાય તે કરી લો ત્રણ વર્ષ હું જ પ્રમુખ છું તેમ કહે છે હું બોસ છું તેમ કહી પ્રદેશમાં રજૂઆત કરવી હોય તો કરી શકો છો અહીં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નહિ આવે ત્યારે સૌથી મોટો આક્ષેપ ભાજપના જ મહામંત્રીએ પ્રમુખ સામે કર્યો હતો કે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ કોંગ્રેસ ના સંકલનમાં રહે છે તેમને વિધાનસભા 2022 ની ચૂંટણી લડવાની છે માટે પોતાના માણસો ગોઠવે છે. ત્યારે આ બાબતે ભાજપના કાર્યકર્તાઓ માં ભારે નારાજગી બહાર આવી છે. પોતાના માણસો ગોઠવવાની ઘેલછા પક્ષને ભારે નુકસાન કરશે એમ કાર્યકરોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...