તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજામાં રોષ:સાઠંબા પોલીસ સામે આક્ષેપો સાથે આવેદન

બાયડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ-જુગારના અડ્ડા કતલખાના જેવી અનેક બદીઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે

બાયડ તાલુકાના સાઠંબામાં જ્યારથી પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યું ત્યારથી ગામમાં અનેક ગેરકાયદેસર ધંધા ફૂલી ફાલી ઉઠ્યા છે. જેને લઇ આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. હવે કંટાળી પ્રજાએ પોલીસને તેની કાર્યવાહીને લઇ દર્પણ બતાવી દીધું છે અનેક ગ્રામજનો એકઠા થઇ પોલીસને પોલીસના વિરોધમાં જ આવેદનપત્ર આપતા પોલીસના હોશકોશ ઊડી ગયા હતા. સાઠંબા ગ્રામજનોએ પોલીસને આપેલા આવેદન મુજબ પોલીસ મથકની બિલકુલ નજીકમાં આવેલ બસ સ્ટેશનમાં અનેક ગેરકાયદેસર ધંધા રાત્રે થાય છે.

બસ સ્ટેશન વિસ્તાર નવીનગરી બેંક આગળ વિસ્તાર સહિત અનેક સ્થળોએ ગેરકાયદેસર ધંધાઓની હાટડીઓ શરૂ થઈ છે. પોલીસ માત્ર તમાશો જોઇ રહી છે. ગામમાં ગેરકાયદેસર કતલખાના, ચોરીઓને લઇ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સત્વરે આવી બદીઓ દૂર નહીં કરાય તો ગ્રામજનો આંદોલન કરશે તેમ પણ જણાવ્યું હતું. સાઠંબા પોલીસના ખાડે ગયેલા વહીવટથી પ્રજામાં રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...