રજૂઆત:ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં બાયડમાં આવેદનપત્ર

બાયડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સભા દ્વારા બાયડ પ્રાંતને રજૂઆત કરાઇ

ગુજરાત કિસાન સભા બાયડ તાલુકા સમિતિ તરફથી તા. 03-10-2021 ના રોજ કેન્દ્ર સરકારના ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર દ્વારા આંદોલન કરી રહેલા ખેડૂતો ઉપર કાર ચડાવી ખેડૂતોની હત્યા કરતાં તેના વિરોધમાં વડાપ્રધાનને સંબોધીને બાયડ પ્રાંત અધિકારીને આવેદન અપાયુ હતું અને માંગ કરી હતી કે આરોપી મંત્રી પુત્ર અને બીજા આરોપીઓ સામે કેસ ચલાવી દોષિતોને સજા કરવામાં આવે અને ખેડૂતો વિરોધ ઉશકેરણી કરનારા સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ અજય મિશ્રાને પ્રધાન મંડળમાંથી પડતા મૂકવામાં આવે.

હરિયાણાના મુખ્યમંત્રી ના ઉશ્કેરણી કરનારા ભાષણોથી ખેડૂતોને ખતરો વધ્યો છે.વિરોધ પક્ષના નેતા ઓની સામે ખોટા કેસમાં ફસાવી જેલમાં બંધ કર્યા છે તે બંધ કરવામાં આવે. આ કાર્યક્રમમાં કિસાનસભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ તેમજ ઉપપ્રમુખ રાકેશ પરમાર, બાયડ તાલુકા કિસાન સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, ઉપપ્રમુખ અભિષેક ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...