શ્રદ્ધાળુઓ હેરાન:બાયડના દીપેશ્વરી મંદિર નજીક ચાલતા ખુલ્લેઆમ દારૂના અડ્ડા

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રદ્ધાળુઓને દારૂડિયાઓ હેરાન કરતા હોવાની બૂમ

બાયડ તાલુકાના સુપ્રસિદ્ધ દિપેશ્વરી ધામ તથા ગામમાં આવેલા અન્ય મંદિરોમાં મંદિરોની નજીક દારૂના ધમધમતા અડ્ડાઓને લઇ શ્રદ્ધાળુઓને જવું હવે મુસીબત બની ગયું છે.આ અંગે જૂના ઊંટરડા ગામમાંથી મળેલી વિગતો મુજબ જૂના ઊંટરડા ગામમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ દિપેશ્વરી મંદિર આવેલ છે અનેક તહેવારોમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. મંદિરમાં જતાં પહેલાં બળીયાદેવ મંદિર સામે તથા જોગણી માતાના મંદિર સામે દેશી તથા વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી ઉઠ્યા છે. આંબલિયારા પોલીસ માત્ર તપાસ કરવાના નાટકો કરી રહ્યાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ માં જતા શ્રદ્ધાળુઓને પીધેલા દારૂડિયાઓ ભારે હેરાન પરેશાન કરી મૂકે છે એક તરફ જો મંદિરો નજીક જ દારૂના અડ્ડાઓ ધમધમતા હોય તો અન્ય વિસ્તારોની શું હાલત હશે જોઈ શકાય છે તાજેતરમાં જ એક દારૂડિયા એ તોફાન મચાવતા ભારે દોડધામ મચી હતી આંબલિયારા પોલીસ નો ડર ન હોય તેમ બુટલેગરો બેફામ બની ગયા છે. સત્વરે જિલ્લા પોલીસ વડા આ મામલે તપાસ કરાવી મંદિરો નજીક ચાલતા અડ્ડાઓ બંધ કરાવે તેવી માગણી ગ્રામજનો માંથી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...