તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:બાયડ R&B પંચાયતના બે કર્મીઓ પાસે બેનામી સંપત્તિ હોવાનો આક્ષેપ

બાયડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએમ, કલેક્ટર, ડીડીઓમાં લેખિતમાં અરજી કરતાં કર્મીઓમાં ફફડાટ

બાયડમાં આરએન્ડબી જિ. પં. ની કચેરીના બે કર્મચારીઓ સામે બેનામી સંપત્તિ તથા અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની લેખિત અરજી મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત થતાં હડકંપ મચી ગયો છે. લેખિતમાં થયેલ અરજીમાં જણાવાયું છે કે આ કચેરીમાં કામ કરતાં બે કર્મચારીઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો છે. સાઠંબાથી ગાબટ તથા ધનસુરાના સીમલીયાનો રસ્તો બનાવવા લાખોની લાંચ લીધી છે.

ઘણા સમયથી રસ્તાનું કામ ચાલુ છે. ત્યારે ઠેર ગાબડાં પડી ગયા છે. બાયડના લીંબ માથાસુલિયા ચાંદરેજ ગોડનાલના રસ્તા માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ અપાઇ હતી. ત્યારે આ કર્મચારીએ કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લઈ રોડની આસપાસનું પૂરાણ ન કરાવતાં તે ધોવાઈ ગયું છે. બંને કર્મચારીઓએ પોતાના સગાના નામે મિલકતો રાખી છે. લાખોની જમીનો પણ વસાવી છે. લાંચરૂશ્વત વિરોધી ખાતું પણ આ મામલે તપાસ કરે એ પણ અરજીમાં જણાવાયું છે.

અરજી મળી છે: ડીડીઓ, પીએ
આ મામલે જિલ્લા વિકાસ અધિકારીના પીએ દિનેશભાઈનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે આવી અરજી મળેલ છે. જેમાં એક્ઝિક્યુટીવ એન્જિનિયરને મોકલી આપવામાં આવી છે.

અરજી આવી ગયેલ છે નિર્ણય કરાશે
આ મામલે અરવલ્લી જિલ્લા એક્ઝિક્યુટીવ એન્જિનિયર વસાવાભાઈનો સંપર્ક કરતાં સંપર્ક ન થતાં તેમની કચેરીના સંજયભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું કે અરજી આવી આવેલ છે એકઝીકયુટીવ એન્જીનીયર આ મામલે નિર્ણય કરશે.

અન્ય સમાચારો પણ છે...