ભાજપમાં આંતરિક ડખા:માલપુર ભાજપના ગૃપમાં કાર્યકરોએ જિલ્લા પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો

બાયડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના આઇટી એસએમ ગૃપમાં ભાજપના આંતરિક ડખા દેખાયા

અરવલ્લી જિલ્લામાં ભાજપના પ્રમુખ સામે થોડા દિવસો પહેલાં જ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ભેગા મળી પ્રદેશ પ્રમુખ સામે ધારદાર રજૂઆતો કરતાં જિલ્લા ભાજપમાં સોપો પડી ગયાનો ચર્ચાઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ માલપુર તાલુકા ભાજપના આઇટી એસએમ વોટ્સએપ ગ્રુપમાં ખુલ્લેઆમ ભાજપના જ કાર્યકરો સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા જ હડકંપ મચી ગયો છે.

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સામે મનમાનીના આક્ષેપો સાથે અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખને રજુઆત કરી હતી. આ આગ હજુ ઓલવાઈ નથી. ત્યાં માલપુર તાલુકામાં કાર્યરત આઇટી એસએમ વોટ્સએપ ગ્રુપમાં અનેક વિસ્ફોટક બાબતો સોશિયલ મીડિયામાં જ કાર્યકર્તાએ મૂકી દેતા માલપુર તાલુકા તથા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે.

કાર્યકર્તાઓનો આક્રોશને લઇ અનેક વાતો જિલ્લામાં વહેતી થઈ છે. આ ગ્રુપમાં લખવામાં આવ્યું છે કે માલપુરના રંગા બીલા 10% લઈ એટીવીટી ના કામો વહેચે છે. જિલ્લા ભાજપના પ્રમુખ પોતાની મનમાની કરે છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને હોદ્દાઓની વહેંચણી કરાઈ રહી છે.

માલપુર તાલુકાના વાવડી સીટ ને લઇ લખવામાં આવ્યું કે જે લોકો ભાજપ ભાજપ કરે છે મોટા હોદ્દા ઉપર બેસી ગયા છે એ જ લોકો ભાજપને હરાવવા મેદાનમાં હતા. આગામી 15 ઓગસ્ટે અન્યાયની સામે ન્યાય માટે હેલોદર સીટના કાર્યકર્તાઓ આવી રહ્યા છે એવા પણ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ અંગે માલપુર તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે જેને હોદ્દા નથી મળ્યા તે લખે છે તેમ જણાવી આ ગ્રુપ ભાજપનું હોવાનું પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...