તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બાયડના વસાદરાના યુવકનું પંજાબમાં કોરોનાથી મોત થયું

બાયડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતક WHO દિલ્લીમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવતો, સારવારમાં પંજાબ ખસેડાયો હતો

બાયડના વસાદરાના યુવાન તબીબ તથા હાલ દિલ્લી WHO માં ફરજ બજાવતા તબીબનું કોરોનાથી પંજાબમાં અવસાન થતાં દલિત સમાજમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે. આ અંગે વધુ વિગત આપતાં દલિત આગેવાન તથા પૂર્વ ડેપ્યુટી કલેક્ટર આર.કે રાઠોડ બાયડ પાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ મકવાણાએ જણાવ્યું કે વસાદરાના યુવાન ડો. સચિનભાઈ મહેરીયા દિલ્હીમાં WHO માં ફરજ બજાવતા હતા. તેઓએ શરૂઆતથી જીવનમાં અનેક સંઘર્ષો કર્યા હતા. એક પછી એક પગથીયું ચડી ડોક્ટર બન્યા બાદ તેઓ WHO માં જોડાયા હતા.

થોડા દિવસો પહેલા તેમને કોરોના થયાનું બહાર આવતાં તેમને સારવાર માટે પંજાબ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન રવિવાર વહેલી સવારે અવસાન થતાં દલિત સમાજમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે જ્યારથી કોરોના આવ્યો ત્યારથી દરેક વ્યક્તિને આ ની ગંભીરતા વિશે તેઓએ ઊંડાણપૂર્વક સમજણ આપતા હતા. અનેક યુવાનો માટે તેઓએ અનેક કાર્યો કર્યા હતા. ડો.સચીનભાઈ મહેરીયાના અવસાનને લઈ સમાજમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો