તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બાયડના ઝાંઝરી ધોધમાં અમદાવાદનો યુવક ન્હાવા પડતાં ડૂબી જતાં મોત થયું

બાયડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી ત્રણ યુવકો રજા માણવા આવ્યા હતા

બાયડના ડાભા પાસે ઝાંઝરીના ધોધને સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે જાહેર કર્યો છે. ત્યારે રવિવારે અમદાવાદના ત્રણ યુવકો રવિવારની રજા માણવા ધોધ પર આવ્યા હતા. તેમાંથી એક યુવક ન્હાવા પડતાં ડૂબી જતાં મોતને ભેટતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે આંબલિયારા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઝાંઝરીના ધરામાં રવિવારની રજાની મજા માણવા આવેલા અમદાવાદના ત્રણ યુવાનોમાંથી રાઠોડ અગાપી ચંદુભાઈ (19) ધોધના પાણીમાં ન્હાવા પડતાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. તરવૈયાઓ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. આંબલીયારા પોલીસે ઘટનાસ્થળ લાશને પીએમ માટે મોકલી હતી.ધોધમાં કેટલાય લોકોના મોત થયા છે. છતાં તંત્ર દ્વારા કોઈ સૂચન બોર્ડ લગાવાતા નથી. તંત્રની આ લાપરવાહી ને લઇ કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બંદોબસ્ત ગોઠવવા લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...