તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેન્ગ્યૂથી મોત:બાયડના આનંદપુરાકંપાની મહિલાનું ડેન્ગ્યૂથી અમદાવાદમાં મોત નિપજ્યું

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને તાવ આવતાં રિપોર્ટમાં ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યો હતો

બાયડ તાલુકાના આનંદપુરાકંપાની મહિલાને થોડા દિવસ પહેલાં ડેન્ગ્યૂ થતાં સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં સારવારમાં મોત થયું હતું. આ અંગે ગ્રામજનો પાસેથી મળેલી વિગતો અનુસાર આનંદપુરાકંપા ગામના પ્રિયંકાબેન ઉમેશભાઈ પટેલ (40) ને થોડા દિવસ પહેલા તાવ આવતા લેબોરેટરી પરીક્ષણ કરાતાં ડેન્ગ્યૂ રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી જ્યાં સારવારમાં ડેન્ગ્યૂ સાથે હાર્ટઅટેક પણ આવ્યાનું પરિવારે જણાવ્યું હતું. જેને લીધે તેમનું અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...