ચકચાર:બાયડના હઠીપુરામાં મહિલા અને સગીર બાળકની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ, બંનેની લાશને પીએમ અર્થે ખસેડાઈ

બાયડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ ઘટના સ્થળે પોલીસ ઓળખ સહિતની તપાસ હાથ ધરી. - Divya Bhaskar
પોલીસ ઘટના સ્થળે પોલીસ ઓળખ સહિતની તપાસ હાથ ધરી.
  • સાઠંબા પોલીસે હત્યાનો ગુનો નોંધી ઓળખ સહિતની તપાસ હાથ ધરી
  • શરીરના અને ગળાના ગામે ઈજાનો નિશાન છે

બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવાર બપોરના સુમારે હત્યા કરાયેલી મહિલા તથા સગીર વયના બાળકનો મૃતદેહ મળી ચકચાર મચી છે.

હઠીપુરા ગામની સીમમાં નાની ખારી તળાવની પાળ પર મંગળવાર બપોરના સુમારે મહિલા તથા સગીર વયના બાળકનો મૃતદેહ મળી આવી હતી.બાળકને માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી. તેમજ ગળાના ભાગે નિશાનો જોવા મળ્યા હતા. જ્યારે મહિલાના શરીરના ભાગે આંખમાં ઈજા જોવા મળી હતી જ્યારે તેના ગળાના ભાગમાં કાળા નિશાન જોવા મળ્યું હતું. હત્યા કે આત્મહત્યાને લઈ પણ રહસ્ય વાતાવરણ ગરમાયું હતું. આ મામલાની જાણ સાઠંબા પોલીસને તથા પોલીસની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બંનેની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી. લાશ મળતાં જ ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે લાશની ઓળખ હજુ સુધી થઈ ન હતી. સાંઠંબા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેરસની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે સાઠંબા પીએસઆઇ એમ.વી.ગઢવીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે હાલના તબક્કે પોલીસ બંનેની ઓળખ કરવાના કામે લાગી છે. મહિલાએ સાડી પહેરી છે ત્યારે બાળકે જીન્સ પેન્ટ તથા ટી-શર્ટ પહેર્યા છે.

અન્ય સમાચારો પણ છે...