નિર્ણય:બાયડથી સુંદરપુરા સાડા ત્રણ કિમી રોડ 1 કરોડના ખર્ચે બનશે

બાયડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રકમ ફાળવતાં સુંદરપુરા રણેચી બાયડના ખેડૂતોને લાભ

બાયડથી સુંદરપુરા રોડ બનાવવા બાયડ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 કરોડ મંજૂર કરાતાં ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. આ અંગે વધુ વિગત આપતાં સુંદરપુરાના ખેડૂત અતુલભાઇ પટેલ, નીતિનભાઇ પટેલે જણાવ્યું કે બાયડથી સુંદરપુરા જવા માટે કેનાલના રસ્તાનો રણેચી સુંદરપુરા તથા બાયડ ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપયોગ કરે છે.

આ રોડ એકદમ ભંગાર હાલતમાં થઈ જવાને લઈ ખેડૂતોને વાહનો ટ્રેક્ટરો બળદ ગાડા ખેતરમાં લઈ જવા માટે ભારે તકલીફ નો સામનો કરવાનો વારો આવ્યો હતો આ બાબતે બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ નો ખેડૂતોએ સંપર્ક કરતાં તુરંત જ સાડા ત્રણ કિલોમીટર માર્ગ માટે એક કરોડ ઉપરાંતની રકમ ની ફાળવણી કરી મંજૂર કરી આપતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે અત્રે નોંધનીય છે કે આ રોડ ઉપર થી 500 વિઘા ઉપરાંત ખેતીલાયક જમીન માં જવા માટે ખેડૂતોને આશીર્વાદરૂપ સમાન રોડ બનશે.

અન્ય સમાચારો પણ છે...