તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જીતપુર મંડળીનું દૂધ ભેળસેળિયુંં હોવાનું બહાર આવતાં એક ટંકનું દૂધ બંધ કરાયું

બાયડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવાર સવારે પશુપાલકો મંડળી આગળ ભેગા થઇ ગયા હતા - Divya Bhaskar
ગુરૂવાર સવારે પશુપાલકો મંડળી આગળ ભેગા થઇ ગયા હતા
  • દૂધમાં ભેળસેળ જણાતાં એક ટંકનું દૂધ બંધ કરાયું: એમડી, સાબરડેરી

બાયડ તાલુકાની જીતપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું દૂધ સાબર ડેરીમાં જતા તપાસ કરાતાં ભેળસેળ વાળું દૂધ હોવાનું બહાર આવતાં એક ટંકનું દૂધ બંધ કરાતાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. જીતપુરમાં આવેલી દૂધ મંડળીમાં સાબર ડેરી દ્વારા તપાસ કરાતાં દૂધમાં ભેળસેળ હોવાની બહાર આવતાં જ ગુરૂવારે એક ટંક માટે મંડળીનું દૂધ બંધ કરતાં પશુપાલકોએ દૂધ મંડળીમાં હોબાળો મચાવ્યો હતો. સવારથી જ દૂધ ભરાવવા આવતા પશુપાલકોનું દૂધ ગુરૂવાર સવારે ન સ્વીકારતાં પશુપાલકોના માથે આભ ફાટી પડ્યું હતુ.

આ મામલે મંડળીના સેક્રેટરીને પૂછતાં તેમણે જણાવ્યું કે મંડળીનું એક ટંકનું 3હજાર લિટર દૂધ સાબર ડેરી દ્વારા બંધ કરાયું છે. બીજી બાજુ સાબર ડેરીના એમડી બી.એમ.પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું કે દૂધ મંડળીમાં થી આવતા દૂધમાં ભેળસેળ હોવાનું જણાતા એક ટંક નું દૂધ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...