મોડાસાના દોલપુર પાસેથી એલસીબીએ કારમાં ગેરકાયદે લઇ જવાતો રૂ.1,24,800ના વિદેશી દારૂ સાથે ચાલક ઝડપી પાડ્યો હતો.
અરવલ્લી એલસીબીની ટીમ ઉત્તરાયણને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન પીઆઈ સી.પી.વાઘેલાને બાતમી મળી કે રાજસ્થાન તરફથી આવતી જીજે 01 આરએ 3154 નંબરની કારમાં વિદેશી દારૂ લઈને મોડાસા તાલુકાના દોલપુર પાસેથી પસાર થવાની છે. બાતમી આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી પસાર થતી ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી વિદેશી દારૂની 13 પેટી અને છૂટી બોટલો સહિત કુલ 210 બોટલ મળી હતી. પોલીસે રૂ.1,24,800નો વિદેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.3,30,300નો મુદ્દામાલ સાથે ઝલક રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (રહે.ઉબલી તા.ગલીયાકોટ જિ.ડૂંગરપુર રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.ફરાર આરોપી ભુપેશકુમાર શાંતિલાલ કલાલ રહે.બગડી,ગલીયાકોટ,રાજસ્થાન અને રોહિત નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.