તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણો દૂર કરાયાં:બાયડના સાઠંબામાં 78 દબાણો દૂર કરાયાં, સાઠંબા બસ સ્ટેન્ડથી ગ્રામ પંચાયત સુધી મુખ્ય માર્ગના દબાણો હટાવાયાં

બાયડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાઠંબામાં 78 જેટલા કાચા અને પાકા દબાણો હટાવાયા હતા. - Divya Bhaskar
સાઠંબામાં 78 જેટલા કાચા અને પાકા દબાણો હટાવાયા હતા.

બાયડના સાઠંબામાં ગુરૂવારે 78 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવતાં દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી.સાઠંબામાં પંચાયતથી બસ સ્ટેન્ડ સુધી દબાણો થયા હોવાની ફરિયાદ થતાં મામલતદાર, પંચાયત તથા પોલીસની ટીમ દ્વારા 78 જેટલા કાચા તથા પાકા દબાણો દૂર કર્યા હતા. કોરોનાના કારણે એક તરફ વેપારીઓના ધંધા રોજગાર ઉપર માઠી અસર વર્તાઇ છે. માંડ માંડ ધંધા-રોજગાર શરૂ થતાં જ દબાણ હટાવાતા વેપારીઓને પડતાં ઉપર પાટુ સમાન સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...