ધરપકડ:બાયડ તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી સહિત 6 જુગારી ચોઇલાથી પત્તા ટીચતાં ઝબ્બે

બાયડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 60 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી

બાયડના ચોઇલામાંથી ગુરૂવારે બાતમીના આધારે 6 શકુનિઓને ડીવાયએસપી ભરતભાઈ બસિયા તથા તેમની ટીમ દ્વારા બાયડ તાલુકા આમઆદમી પાર્ટીના મહામંત્રી સહિત 6 જણાંને જુગાર રમતા રંગે હાથ ઝડપી પોલીસે 25 હજાર , 3 નંગ મોબાઇલ કિં.15 હજાર તથા 1 બાઇક કિં. 20 હજાર મળી કુલ 60 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચોઇલામાંથી જુગારી ઝબ્બે
ચોઇલામાંથી જુગારી ઝબ્બે

ઝડપાયેલા જુગારીયા
વિજયભાઈ ધીરુભાઈ પટેલ, દિલિપકુમાર ગોવિંદભાઈ પટેલ, વિષ્ણુભાઈ રેવાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ કાલીદાસ પટેલ, (આપના મહામંત્રી, બાયડ તાલુકો), ભૂપેન્દ્રભાઈ હરિભાઇ પટેલ, મેહુલકુમાર કનુભાઈ પટેલ, તમામ રહે ચોઈલા