તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાયડના હિંડોળા તળાવમાંથી ગેરકાયદે ખનીજ ચોરતાં 5 ટ્રેક્ટર,JCB પકડાયું

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાણ ખનીજ વિભાગે 5 ટ્રેકટર, એક જેસીબી જપ્ત કર્યુ હતું. - Divya Bhaskar
ખાણ ખનીજ વિભાગે 5 ટ્રેકટર, એક જેસીબી જપ્ત કર્યુ હતું.
  • વાહનો જપ્ત કરતાં લોકો ભેગા થતાં ખાણ ખનીજે સાઠંબા પોલીસને બોલાવી

બાયડના ઈન્દ્રાણના પેટાપરા તરીકે જાણીતા હિંડોળા તળાવમાંથી ગેરકાયદે માટીની ઉઠાંતરી થતી હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળતાં છાપો મારી પાંચ ટ્રેક્ટર તથા જેસીબીને જપ્ત કરાયા છે. આ અંગે વધુ વિગત આપતાં જિલ્લા ખાણ ખનીજ અધિકારી મન ચૌધરીએ જણાવ્યું કે બાયડના ઈન્દ્રાણના પેટાપરા હિંડોળા તળાવમાંથી ગેરકાયદે રીતે માટી ચોરી થતી હોવાની બાતમી મળતાં શુક્રવાર મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની ટીમ છાપો મારવા પહોંચતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરતાં જ લોકોના ટોળે ટોળા એકઠા થતાં વાતાવરણ તંગ બન્યું હતું જેને લઇ સાઠંબા પોલીસને તત્કાલ જાણ કરી મુદ્દામાલ જપ્ત કરી સાઠંબા પોલીસ સ્ટેશને પાંચ તથા એક જેસીબીને લાવી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...