તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:બાયડના વાત્રકમાં બે મકાનના તાળાં તોડી 4.40 લાખના મુદ્દામાલની ચોરી

માલપુર, બાયડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને મકાનમાલિકો મકાન બંધ કરી બહારગામ ગયા અને ચોરો ફાવી ગયા

બાયડના વાત્રકમાં બે બંધ મકાનના તાળાં તોડી કુલ રૂ. 4.40 લાખના મુદ્દામાલની ચોરી થતાં મકાનમાલિકે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. બાયડના વાત્રકના મહેન્દ્રકુમાર અંબાલાલ બ્રહ્મભટ (55) તથા તેમની પત્ની ઉષાબેન બંને કાકાના દીકરા અને મોટાભાઈની સાથે 11 ફેબ્રુઆરીના રોજ દીકરીના છોકરાને રમાડવા વડોદરા ગયા હતા. ત્યારે રાત્રે ચોરોએ ઘરનું તાળું તોડી અંદરથી તિજોરી બહાર કાઢીને પ્લોટમાં લઇ તિજોરીમાં મૂકેલ સોનાની વિંટી નં. 1 સોનાના ડુલ. નંગ-2 કિં. રૂ.98000 તથા ચાંદીના નાના અને મોટા છડા નંગ-4 કિં. 11250 ચાંદીના સિક્કા 8 કિં. 4500 તેમજ પરચૂરણ નાની મોટી રકમો કિં. 4500 પૂજાપાની રોકડ રકમ 10000 થઇને 128250ની ચોરી કરી હતી.

બીજી ચોરીની ઘટનામાં તેમના ઘરના મીનાબેન કનુભાઈ બારોટ જેઓ અન્ય ગામે ગયા હોઇ જેમના ઘરે તપાસ કરતાં ઘરનું તાળું તોડી રોકડ 300000, છડા જોડ નંગ-2 કિં.11250 ચાંદીના સિક્કા નં.10 કિં.4500 થઈને કુલ રૂ.444000 નો મુદ્દામાલની ચોરી થતાં મહેન્દ્રકુમાર અંબાલાલ બ્રહ્મભટ્ટે બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો