તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:બાયડની સાંઈવિલા સોસાયટી આગળ દુકાનમાંથી 2.77 લાખની મત્તાની ચોરી

બાયડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાયડની સાંઈ વિલા સોસાયટી આગળ દુકાનમાંથી ચોરી થઇ - Divya Bhaskar
બાયડની સાંઈ વિલા સોસાયટી આગળ દુકાનમાંથી ચોરી થઇ
  • બારદાન ભરેલ કોથળા કિં. 1 લાખ તથા 1.75 લાખ રોકડ સહિત મત્તા ચોરાઇ

બાયડમાં આવેલી સાંઈવિલા સોસાયટી આગળ દુકાનમાંથી બારદાન ભરેલ કોથળા અને રોકડ 1.75 લાખ સહિત કુલ 2.77 લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે બાયડ પોલીસને જાણ કરતાં પોલીસે ડોગ સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી. દુકાનમાં ચોરી થતાં આજુબાજુના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

બાયડની સાંઈ વિલા સોસાયટી આગળ આવેલ મુકેશભાઈ પુરોહિતની મહાદેવ ટ્રેડિંગ નામની દુકાનને ગુરૂવાર રાત્રિના સુમારે ચોરો નિશાન બનાવી અંદર બારદાન ભરેલ કોથળા કિં. 1 લાખ તથા 1.75 લાખ રોકડ મળી કુલ 2.77 લાખ ઉપરાંતની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ ને પણ જાણ કરવામાં આવી હતી. બાયડ પોલીસ દ્વારા આ મામલે કડક તપાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી. દુકાનમાં ચોરી થતાં આજુબાજુના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...