કામગીરી:બાયડમાં જય અંબે આશ્રમ દ્વારા 167 વ્યક્તિઓને માદરે વતન પહોંચાડાયા

બાયડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશ્રમના 70 ઉપરાંત મંદબુદ્ધિ મહિલાઓને આધાર કાર્ડ અપાયા

બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમમાં નવા આધાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓ દ્વારા દરેકને રૂબરૂ મળી કાર્ડ આપ્યા હતા આ અંગે વધુ વિગત આપતા આશ્રમ ના પ્રમુખ અશોકભાઈ જૈન તથા વિનુભાઈ પટેલે જણાવ્યું કે નવીન આશ્રમ હાલમાં પ્રાંત કચેરી નજીક કાર્યરત કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધી આશ્રમ દ્વારા 167 જેટલી મંદબુદ્ધિ મહિલાઓને સારવાર કરી પોતાના વતન માં પહોંચાડવામાં આવ્યા હતા હાલમાં 184 જેટલી મહિલાઓ હાજર છે

ત્યારે આશ્રમ દ્વારા થોડા સમય અગાઉ બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલ તથા જિલ્લા કલેક્ટરને મહિલાઓના આધાર કાર્ડ તથા રેશનકાર્ડ બાબતે જાણ કરાતા તુરંત જ તંત્ર દ્વારા 69 જેટલી મહિલાઓને આધાર કાર્ડ તથા રેશનીંગ કાર્ડ આપી દેવામાં આવ્યા હતા. તમામ કાર્ડ અધિકારીઓએ જાતે હાજર રહી આપ્યા હતા. નોંધનિય છે કે કોઈપણ ગ્રાન્ટ વગર ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા આશ્રમમાં જવાના રોડ પણ તૈયાર કરી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...