અકસ્માત:બાયડના બોરલ નજીક ટ્રેકટર અને લક્ઝરી ટકરાતાં 1 મોત, 39 ઘાયલ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં લક્ઝરી અને ટ્રેક્ટરને નુકસાન થયુ હતું. - Divya Bhaskar
અકસ્માતમાં લક્ઝરી અને ટ્રેક્ટરને નુકસાન થયુ હતું.
  • બાલાસિનોરના કરણપુરના લોકો અંબાજીથી દર્શન કરી પાછા આવતા હતા

બાયડના બોરલ પાસે ગત રાત્રે ટ્રેક્ટર તથા લક્ઝરી ટકરાતાં અંબાજી દર્શન કરી પરત ફરતાં બાલાસિનોરના કરણપુરના 40 યાત્રિકોમાંથી યુવકનું મોત થયુ હતું. જ્યારે 39 લોકોને ઈજાઓ પહોંચી હતી. બાલાસિનોરના કરણપુરના 40 વ્યક્તિઓ મા અંબાના દર્શન કરવા અંબાજી તા. 13-09-21 ના રોજ બપોરે ઘરેથી નીકળ્યા હતા. જ્યારે તા. 17 ના રોજ વહેલી સવારેત્રણ વાગ્યાની આસપાસ અંબાજી થી દર્શન કરી પરત આવતાં બોરલ નજીક ટ્રેક્ટર નં. જીજે 35 એચ . 2440 તથા લક્ઝરી નં. આર જે 27 -પીએ 7852 વચ્ચે અકસ્માત થતાં ટ્રેક્ટરમાં બેઠેલ 40 યાત્રિકોને ઈજાઓ પહોંચતાં વાત્રક હોસ્પિટલ માં ખસેડાયા હતા. જ્યારે કિરણભાઈ રાયસીંગભાઈ બારીયા (35) ને માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવારમાં મોત થયુ હતું.

બાયડની વાત્રક હોસ્પિટલમાં પરોઢના ત્રણ વાગ્યાની આસપાસ ઓછો સ્ટાફ હોવાને લઇ વધુ દર્દીઓ ઓચિંતા આવતાં હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી. વધુ સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી ગામમાંથી સંઘ નીકળતી વખતે આનંદ સાથે સૌ કોઈ સાથે નીકળ્યા હતા. અકસ્માતને પગલે ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...