અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા:વિસનગરમાં યુવા ક્ષત્રિય સેનાએ સેવા કેમ્પનું આયોજન કર્યું; માઈભક્તો માટે ખાવા, રહેવા, સૂવાની સુવિધા

વિસનગર22 દિવસ પહેલા

વિસનગરમાં હડકેશ્વરી મિત્ર મંડળ આયોજિત યુવા ક્ષત્રિય સેના વિસનગર દ્વારા પાલડી ચોકડી ખાતે ભાદરવી પૂનમને લઈ અંબાજી ખાતે ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંત શ્રીદોલતરામ મહારાજના હસ્તે આ સેવા કેમ્પનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. યુવા ક્ષત્રિય સેના પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી અંબાજી ખાતે જતા પદયાત્રીઓને સારી સુવિધા મળી રહે અને મુશ્કેલી ન પડે તે માટે ચા-નાસ્તો, પાણી, ઉંઘવાની તેમજ રહેવા માટેની સગવડ પૂરી પાડવામાં આવે છે.

આ અંગે યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડે જણાવ્યું કે, આજે વિસનગર સેવા કેમ્પમાં ચા-નાસ્તો અને મેડિકલ સેવા કેમ્પ, માલિશ કેમ્પ , આરામ વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ માટેની અદ્યતન વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તે દરમિયાન ગુજરાત ક્ષત્રિય સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા. અને ગુજરાતના નામાંકીત કલાકારો પણ ગરબાની રમઝટ બોલાવશે. ભાદરવી પૂનમના પદયાત્રીઓ માઈભકતો માટે અવિરત સેવા આપતા રહેશે. સતત 12માં વર્ષમાં મંગલ પ્રવેશ અને યુવા ક્ષત્રિય સેના પરિવાર તરફથી વિસનગર ખાતે આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે.

બપોરે કેશરપૂરા ડભોડા ખાતે અને આવતીકાલે સિદ્ધપુર અને વિજાપુર ખાતે કુલ 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 2 વર્ષ કોરોનાને બાદ કરતાં 10 વર્ષથી આ સંગઠન દ્વારા સેવા કેમ્પ કરવામાં આવ્યા છે. માઁ અંબાના દર્શનાર્થે જતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને ગુજરાતની સુખાકારી, સદભાવના, કોમી એકતા અને ભાઈચારો સદાયને માટે ટકી રહે તે માટે માઁ અંબાને અંતઃકરણથી પ્રાર્થના કરું છું. યુવા ક્ષત્રિય સેના પરિવાર તરફથી તમામને શુભકામનાઓ પાઠવું છું. સાથે બિરદાવું છું મારા યુવા ક્ષત્રિય સેના પરિવારના યોદ્ધાઓ, કર્મઠ સૈનિકો , હોદ્દેદારોને ભગીરથ કાર્ય ઉપાડી સતત માઁ અંબાના પદયાત્રાળુઓ માટે 24 કલાક જે અવિરત સેવા આપી રહ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક છે અભિનંદનને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...