વિસનગરમાં આવેલા લાલ દરવાજા વિસ્તારમાં વોટર વર્ક્સ ખાતે પાણીની ટાંકીની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે ત્રણ ચાર કારીગરોને ભમરાં કરડ્યા હતા. તેમના શરીર પર ભમરા ચોંટી ગયા હતા. જેમાંથી એક યુવક પર તો આખું ભમરાનું ઝુંડ ફરી વળ્યું હતું. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. 108ની ટીમ ઘટના સ્થળ પર 3 મિનિટમાં પહોંચી ગઈ હતી અને ભારે જેહમત બાદ ભમરાઓ વચ્ચેથી યુવકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલની કામગીરી પ્રશંસનીય હતી. યુવકોને ભમરા કરડ્યા અંગેની જાણ થતાં પાલિકા પ્રમુખ તેમજ વોટર વર્ક્સના ચેરમેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ટાંકીની કામગીરી કરતા મોહમ્મદ વાસી સખીદ અહેમદ ખલીફાને લગભગ 200 જેટલા ભમરા કરડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમના પાયલોટ ઠાકોર દિલીપ અને ઈ.એન.ટી દિનેશ દેસાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ઊડતાં ભમરાઓની વચ્ચે જઈ યુવકને 108માં બેસાડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ટીમ દ્વારા જીવના જોખમે કામગીરી કરી યુવકને હોસ્પિટલ ખસેડવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.