હુમલો:પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ મુદ્દે યુવક, તેના ભાઇ પર હુમલો

વિસનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર શહેરના મારવાડી વાસમાં બનેલી ઘટના
  • પાઇપથી હુમલો કરનાર પિતા-પુત્ર સામે ગુનો

વિસનગરમાં પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ રાખતા યુવક અને તેના ભાઇ ઉપર પિતા-પુત્રએ પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. શહેરના મારવાડી વાસમાં રહેતા અમીતભાઇ ભગવાનદાસ ભીલ તેમના નાનાભાઇ અજય ઘરે હતા.

તે દરમિયાન તેમના જૂના પાડોશી ગીરીશભાઇ ભીલ અને તેના પિતા વિનોદભાઇ ભીલ આવ્યા હતા અને અજયને બોલાવી ઘર નજીક નાળા પાસે લઇ જતાં અમિતભાઇ પણ તેમની પાછળ ગયા હતા. જ્યાં અજય પર ગીરીશભાઇ એ પાઇપ વડે હુમલો કરતાં અમિતભાઇ વચ્ચે પડતાં તેના પિતા વિનોદભાઇ અને ગીરીશભાઇએ તેમને પણ પાઇપ વડે માર માર્યો હતો અને હવે પછી મારી છોકરી જોડે બોલીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...