મુશ્કેલી:વિસનગરમાં હદને લઇ પંદર વર્ષથી પાણીથી વંચિત ચેહરનગરના રહીશો

વિસનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનું એકપણ જોડાણ ન હોઇ મહિલાઓ 700 મીટર દૂરથી પાણી ભરી લાવે છે
  • હદનો પ્રશ્ન હતો પણ બોર્ડે ઠરાવ કરતાં ટૂંક સમયમાં પાણી મળતું થઇ થશે : પાલિકા

વિસનગર શહેરના સુંશી રોડ પરની ચેહરનગર સોસાયટીમાં રહેતા 50 પરિવારો હદને લઇ છેલ્લા 15 વર્ષથી પાણીથી વંચિત હોવાથી 700 મીટર દૂર હવાડા નજીક મૂકેલા નળમાંથી પાણી ભરી રહ્યા છે. હદના પ્રશ્નને લઇ તેમને કનેકશન આપી શકાતું ન હતું. પરંતુ ચાલુ વર્ષે પાણી આપવા ઠરાવ કરાયો હોઇ ટૂંક સમયમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે જશે તેમ પાલિકાના COએ જણાવ્યું હતું. ચેહરનગર સોસાયટીમાં રહેતા 50થી વધુ પરિવારો છેલ્લા 15 વર્ષથી પાણી, ગટરની સુવિધા ન મળતાં મુશ્કેલી વેઠી રહ્યા છે.

એમાંય પાણી માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ 700 મીટર દૂર હવાડામાંથી પાણી ઉપાડીને લાવી રહ્યા છે. સોસાયટીના રહીશોએ રોષ ઠાલવતાં જણાવ્યું કે, ચૂંટણી આવે ત્યારે તમામ પક્ષના નેતાઓ પાણી આપવાનું કહીને જાય છે, પરંતુ ચૂંટણી પછી કોઇ જોવાય આવતું નથી.

700 મીટર દૂર હવાડામાંથી પાણી ભરીને લાવીએ છીએ, તેમાં પણ પાણીના સમયનું ઠેકાણું ન હોઇ ઘણીવાર પાછા આવવું પડે છે. પાણી ન આવે તો પૈસા ખર્ચી ટેન્કર લાવવું પડે છે.ચીફ ઓફિસર અશ્વિન પાઠક જણાવ્યું કે, હદના પ્રશ્નને લઇ તેમને પાણીના કનેકશન આપી શકાતાં ન હતા. પરંતુ ચાલુ વર્ષે બોર્ડે પાણી આપવા ઠરાવ કર્યો છ. જેથી ટૂંક તેમને પાણી મળતું થઇ થશે.

રહીશોની સમસ્યાનો તાકીદે હલ આવી જશે
સ્થાનિક ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, પાલિકાના સત્તાધીશો જોડે ચર્ચા થઇ ગઇ છે અને એસ્ટીમેટ પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે. જેથી ટૂંક સમયમાં રહીશોની સમસ્યાનો હલ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...