વિસનગરમાં ખેડૂતોનો આક્રોશ ફાટ્યો:'આજે પોલીસને આગળ કરો છો, કાલે ગામડાંમાં કયા મોઢે આવશો?', કેબિનેટ મંત્રીના ઘર પાસે ધરણાં કરે તે પહેલાં જ ખેડૂતોની અટકાયત

વિસનગર22 દિવસ પહેલા

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે હાલમાં અનેક વિભાગના લોકો પોતાની માંગોને લઈને હડતાળ, ધારણા, રેલી જેવા પ્રોગ્રામો આપી રહ્યા છે. જેના પગલે આજે વિસનગરના ખેડૂતો તેમની માંગણીઓને લઇ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીના નિવાસ સ્થાને ધરણાંનો કાર્યક્રમ કરવાના હતા. ભારતીય કિસાન સંઘ દ્વારા આ ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ધરણાં પહેલાં જ ખેડૂતોને ડિટેઇન કર્યા હતા. જ્યારે બનાસકાંઠા તરફથી આવતા ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી હતી. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અત્યારે તમે પોલીસને આગળ કરી રહ્યા છો પરંતુ આગામી ચૂંટણી વખતે તમે કયા મોઢે ગામમાં આવશો.

પોલીસે ખેડૂતોને ડિટેઇન કર્યા
પોલીસે ખેડૂતોને ડિટેઇન કર્યા

બનાસકાંઠાથી આવતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી
વિસનગરમાં આજે સવારથી જ મંત્રીના નિવાસ સ્થાને જવાના રોડ પર અને ઘર આગળ પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. કિસાન સંધ દ્વારા આયોજિત આ ધરણાં કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો આવવાના હતા. જેને લઈ વિસનગર આવવા તરફના તમામ માર્ગો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યારે વિસનગરમાં ધરણાં પ્રદર્શનમાં બહારથી આવતા ખેડૂતોને રોકી પોલીસે ડિટેઇન કર્યા હતા.

ખેડૂતોએ 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવ્યા
ખેડૂતોએ 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવ્યા

ખેડૂતોની વિવિધ મુદ્દે માંગ
ભારતીય કિસાન સંઘના વિસનગર તાલુકા પ્રમુખ ડી.જે.પટેલે જણાવ્યું હતું કે, હર ખેતરને પાની, સમાન સિંચાઇ, ખેડૂતોને ખેતી માટે સમાન વીજદર, મીટરનો ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, ખેતરમાં કરવામાં આવેલ રી સર્વેમાં થયેલ ભૂલોનો તાત્કાલિક નિકાલ કરવો અને દરેક ખેતરની ફરીથી માંપણી કરવમાં આવે તેવી અમારી માંગ છે. વડાપ્રધાન વાર્ષિક નિધિમાં સહાય રૂ.6000ના બદલે વાર્ષિક 25000 કરવી, દૂધના ભાવમાં તાત્કાલિક 12% ટકાનો વધારો કરવામાં આવે અને દર વર્ષે 10% ટકાનો વધારો કરવા રજૂઆત કરી હતી.

કુદરતી હોનારતમાં નુકસાનની તાત્કાલિક સહાય ચુકવવામાં આવે
ટેકાના ભાવોની જાહેરાત પાકની વાવણીના 1 મહિના પહેલા કરવી, હરાજીમાં ટેકાના ભાવે ખરીદી કરવી, 30 હોર્સ પાવરથી વધુના ખેતી સિંચાઇના કનેકશનોને મીટરમાંથી હોર્સ પાવરમાં બદલવા, ખેતરના તારની વાડની સબસિડીમાં ત્રણ ગણો વધારો કરવો, તારની વાડ 5 હેકટરમાં છે તે 1 હેકટરમાં કરવી, વરસાદની અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, પુર હોનારતમાં નુકસાનની તાત્કાલિક ચુકવણી કરવામાં આવે તે જુરૂરી છે. ખેતીના પિયતના ટ્યુબવેલ જેટલા હોર્સ પાવરની મોટર હોય તેના 10% વધુ લોડ પડે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો દંડ કરવો નહિં આ તમામ મુદ્દાઓ અંગે માંગણી કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાનો પોલીસ કાફલો વિસનગર પહોંચ્યો
મહેસાણા જિલ્લાનો પોલીસ કાફલો વિસનગર પહોંચ્યો

પોલીસનો સઘન બંદોબસ્ત
ધરણાં પ્રદર્શનને લઈ જિલ્લા પોલીસવડા સહિત પોલીસ સ્ટાફ વિસનગર ખાતે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ખેડૂતોને ધરણાં કરતા રોકવામાં આવ્યા હતા અને તેઓની અટકાયત કરાઈ હતી. ખેડૂતો વિવિધ માંગને લઈ આકરા મૂડમાં જોવા મળ્યા હતા. જેમાં તેમની તમામ માંગો સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા
ખેડૂતોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા

15મીએ CMના નિવાસસ્થાને ધરણા યોજવામાં આવશે
કુરાભાઈ ચૌધરી પ્રદેશ મંત્રીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ઘરે આજે અમારો ઘરણાનો પોગ્રામ હતો. દરેક મંત્રીઓના ઘરે જે પ્રકારે ધરણાની પોગ્રામ હતો એજ પ્રમાણે આજે ઋષિકેશ પટેલના નિવાસસ્થાને ધરણાનો પ્રોગ્રામ હતો. અમારો ધરણા કરવાનો અમય 10 વાગ્યાનો હતો અને અમને અમારી 09:45 વાગ્યે ધરપકડ કરવામાં આવી. એમાંય અમને દુઃખ છે કે અમારા અલગ અલગ ખેડૂતોને પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા છે. આગામી 15મી તારીખે CMના ઘર આગળ ધરણા કાર્યક્રમમાં વિશાળ ટ્રેકટ્રર રેલી યોજાવામાં આવશે.

આગામા 15મીએ CMના ઘર આગળ ધરણાનો કાર્યક્રમ
આગામા 15મીએ CMના ઘર આગળ ધરણાનો કાર્યક્રમ

800 થી 1000 ખેડૂતો ધરણાંમાં જોડવાના હતા
ખેડૂતો માટે સામાન્ય વીજ દર મીટર અને વોર્સ પાવર મીટર અમને ખેડૂતોને પોસાતુ નથી, રી સર્વેનો મુદ્દો, આવા અનેક પ્રશ્ન છે. પરંતુ અમારા 3-4 પ્રશ્ન હલ થાય એના માટેની આ અમારી લડત છે. આજે 800 થી 1000 ખેડૂતો ધારણામાં જોડવાના હતા. પોલીસે અમુક ગાડીઓ રોકી લીધી, અમુક ગાડીઓ પાછી વાળી લીધી હતી. આગામી સમયમાં 15 તારીખે CMના ઘર આગળ ધરણાનો કાર્યક્રમ છે. એ સમય દરમિયાન ટ્રેકટર રેલી સાથે કાર્યક્રમ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...