ચૂંટણી બહિષ્કારની ચીમકી:વિસનગર શહેરના જૂના ડમ્પિંગ સ્ટેશનના કચરામાં વારંવાર આગ લાગતાં મહિલાઅો પાલિકામાં દોડી

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર સોસાયટીઓમાં ધૂમાડો ફેલાતાં રહીશો પરેશાન, ચૂંટણી બહિષ્કારની ચીમકી

વિસનગર શહેરના સુંશી રોડ ઉપર અાવેલા જૂના ડમ્પિંગ સ્ટેશન ઉપર પડેલા કચરાના ઢગમાં વારંવાર અાગ લાગવાની ઘટનાથી ફેલાતા ધુમાડાથી ઉભી થતી સમસ્યાને લઇ વોર્ડ નં. 9ની મહિલાઅો પાલિકામાં દોડી અાવી હતી. અને ભારે સૂત્રોચ્ચાર કરી અા સમસ્યાનો હલ નહી નીકળે તો સ્થાનિક સત્તાધારી પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

જૂના ડમ્પિંગ સ્ટેશન ઉપર પડેલા કચરાના ઢગમાં વારંવાર અાગ લાગવાની ઘટનાઅો બને છે. જે અાગને કારણે ફેલાતા ધૂમાડાને કારણે અાજુબાજુમાં અાવેલા ફતેહ દરવાજા, અમથેરનગર સોસાયટી, કેડિયા મહાદેવ વિસ્તારના રહીશો ભારે મુશ્કેલીઅો વેઠી રહ્યા છે અને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી રહી છે.

જ્યાં ડમ્પિંગ સાઇટ અન્ય સ્થળે ખસેડાયા બાદ પણ અા સમસ્યાનો હલ નહી નીકળતાં કંટાળેલ ફતેહ દરવાજા વિસ્તારની મહિલાઅોને પાલિકા ભવન અને પહોંચી જઇ સત્તાધારી પાર્ટી વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે પાલિકામાં ચીફ અોફિસર કે પાલિકાના પ્રમુખ હાજર ન હોવાથી ચૂંટણી બહિષ્કારની ચિમકી સાથે લેખિત રજૂઅાત કરી મહિલાઅો પરત ફરી હતી. અા અંગે મહિલાઅોના જણાવ્યા પ્રમાણે વારંવાર અાગ લાગતી હોવાથી ભારે ધુમાડો થાય છે જેના કારણે રોગો થવાની સંભાવના હોવાથી પાલિકાઅે તાત્કાલિક અા સમસ્યાનું નિવારણ લાવવું જોઇઅે.

અન્ય સમાચારો પણ છે...