હાલાકી:વિસનગરની સિંધવાઇ અને સરદાર સોસા.માં 10 મિનિટ પાણી અપાય છે

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇક વાર 9 વાગ્યે તો કોઇકવાર 11 વાગ્યે પાણી આવે છે

વિસનગર શહેરના વોર્ડ નં. 3 અને વોર્ડ નં.2માં ઉમિયા માતાના મંદિરથી સરદાર અને સિંધવાઇ સોસાયટી જતા રહેણાંક વિસ્તારમાં અપૂરતુ અને અનિયમિત પાણી આવતું હોવાની રાવ ઉઠવા પામી છે જેના કારણે અા સોસાયટીઓના રહીશો ભારે તકલીફોનો સામનો કરતા હોવાથી ઉનાળામાં પાણી નિયમિત મળે તે માટેની માંગણી ઉઠવા પામી છે. જેમાં પાલિકાના ચીફ ઓફિસરે સ્થળ તપાસ બાદ રહીશોની પાણીની સમસ્યા દૂર કરી દેવાશે તેમ જણાવ્યું હતું.

સોસાયટીના રહીશ અને પૂર્વ નગરસેવક સંજયભાઇ ગોસાઅે જણાવ્યું કે અા વિસ્તારમાં પાણી દસ મિનિટ જ આપવામાં આવે છે અને ટાઇમ પણ નક્કી નથી કોઇક વાર નવ વાગ્યે તો કોઇકવાર 11 વાગ્યે પાણી આવે છે. જે મુદ્દે અમારા દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ જૈસે-થે રહેવા પામી છે. ઉનાળામાં દરેકને પાણીની વધુ જરૂરિયાત હોય છે અને એવામાં જ પાણી ઓછુ આવતું હોવાથી રહીશો ભારે મુશ્કેલીઓમાં મુકાઇ ગયા હોવાથી પાણી નિયમિત મળવું જોઇએ.

વોટર વર્કસના ચેરમેન જગદીશભાઇ પટેલે ટેક્નીકલ સમસ્યાને લઇ આ સમસ્યા થઇ છે જેને દૂર કરી પાણી નિયમિતઆપવાનું શરૂ કરાશે.ચીફ ઓફિસર અશ્વિન પાઠકે જણાવ્યું કે સોસાયટીઅોમાં ચકાસણી બાદ તેમની સમસ્યા તાકીદે દૂર કરાશે.

અન્ય સમાચારો પણ છે...