વિસનગરમાં આજે બપોરે પડેલા ધૂંઆધાર વરસાદને કારણે એપીએમસીમાં પાણી પાણી થઇ ગયું હતું. એપીએમસીમાં મુખ્ય ગેટ આગળ અને ગેટમાં જ વરસાદી પાણી ભરાયુ હતું. જેના કારણે અંદર આવવા અને બહાર જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બપોરે પડેલા વરસાદને કારણે એપીએમસીમાં વરસાદી પાણીની નદીઓ વહી રહી હોય તેવા દ્ર્શ્યો સર્જાયા હતાં. જેમાં ભારે વરસાદને કારણે એપીએમસી બહાર રોડ પરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાય છે. જેના કારણે એપીએમસીમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે. જેના કારણે એપીએમસી ગેટ નજીક પાણી ભરાયું હતું.
પાણીને કોઈ આઉટપુટ ન મળતો હોવાથી તે પાણી એપીએમસીમાં આવે છે
આ અંગે એપીએમસીના ચેરમેન પ્રિતેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, રોડ પર ભરાતું વરસાદી પાણીને કોઈ આઉટપુટ ન મળતો હોવાથી તે પાણી એપીએમસીમાં આવે છે. જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેમાં બહાર ભરાતા વરસાદના પાણીનો આવરો ન મળવાથી પાણી ભરાઈ રહે છે. આ સમસ્યા હલ થઈ જશે. જેમાં પાણીના નિકાલ માટે ઓનલાઈન ટેન્ડરીંગ પ્રકિયા કરવામાં આવી છે. જેને લઇ વરસાદી પાણી ભરાશે નહિ. વરસાદના પાણીથી એપીએમસીમાં માં કોઈ નુકસાન થયું નથી.
પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી ફરી ફેલ
ગંજ બજાર ફાટક નજીક પાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત રેતી કાઢીને ત્યાં જ નાખી દેવામાં આવી હતી. જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી એપીએમસીમાં આગળ પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણી ભરાઈ જવા પામ્યું હતું. આમ પાણી નિકાલ માટે કોઈ આવરો ન હોવાથી વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી ફેલ ગઈ હતી.
અનેક વિસ્તારોના રોડ પર પાણી ભરાયાં
વિસનગરમાં બપોરે પડેલા વરસાદને કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના થલોટા રોડ, દગાલા રોડ, એપીએમસી રોડ, ગાયત્રી મંદિર રોડ સહિત અનેક વિસ્તારોના રોડ પર પાણી ફરી વળ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.