તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વડુ ગામના છેડતીખોર સંચાલકનું વ્યાજબી ભાવની દુકાનનું લાયસન્સ રદ કરવા માંગ

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીની છેડતી કરતાં સંચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી
 • સંચાલક સામે લોકોએ પુરવઠા મામલતદારને આવેદન આપ્યું

વિસનગર તાલુકા ના વડુ ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલકનું લાયસન્સ રદ કરવા માટે ગ્રામજનોએ ગુરૂવારે તાલુકા સેવા સદન આવી પુરવઠા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક ગામના મહિલા સરપંચના પતિ છે જેમની સામે તાજેતરમાં જ એક યુવતીની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે .

વિસનગરના વડુની સસ્તા અનાજની દુકાનના સંચાલક ઠાકોર ગોવિંદજી વિરસંગજી બસની રાહ જોતી યુવતીને બાઇક ઉપર બેસાડી હતી જ્યાં રસ્તામાં તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી.યુવતીએ આ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સસ્તા અનાજની દુકાનનો સંચાલક અગાઉ પણ મહિલાઓ અને યુવતીઓ સાથે અસભ્ય વર્તન કરતો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો અલબત સંચાલક ગામનાં મહિલા સરપંચના પતિ અંગુઠા માટે સાંજે મહિલાઓને જ બોલાવાતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આથી સંચાલક ઠાકોર ગોવિંદજીનું લાયસન્સ રદ કરવા ગ્રામજનોએ પુરવઠા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. છેડતીની ફરિયાદ પછી સંચાલક ગામમાંથી ફરાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો