'વોટ કર ગુજરાત' અભિયાન:વિસનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃકતા રથયાત્રાનું આયોજન કરાયું

વિસનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં દરેક પક્ષના દરેક ઉમેદવાર પોતાનું એડીચોટનું જોર લગાવી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે તમામ ઉમેદવારો પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મતદારોમાં પણ જાગૃતિ લાવવાનું કામ અનેક સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ રીતે વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત દ્વારા સમગ્ર રાજ્યમાં જાગૃકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિસનગરમાં પણ ABVP શાખા દ્વારા મતદાતા જાગૃકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથનું મહેસાણા ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ મતદાતા જાગૃકતા રથયાત્રા અંતગર્ત વિસનગરમાં આવેલા આઇ.ટી.આઇ કોલેજ અને એમ.એન.કોલેજના વિદ્યાર્થીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા અને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. વિસનગર વિધાનસભા સીટ પર વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતતા લાવવા માટે રથયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા નગરમંત્રી દ્રષ્ટિ મેવાડા, નગર સહમંત્રી વિશ્વેશ પંચાલ અને અન્ય કાર્યક્તાઓ તેમજ વિસનગર શાખાના નગર મંત્રી, શાખાના નગર સહમંત્રી હર્ષ મેવાડા, યુગદ્રસ્ટા સંયોજક દીપેન મોદી તથા અન્ય કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...