મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિસનગરની 'SVEEP' અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ; વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. તો એકબાજુ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીમાં મતદાર જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિસનગરમાં આવેલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે Sveep અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમના અનુસંધાને "ચિત્ર સ્પર્ધા" યોજવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ "ચિત્ર સ્પર્ધા"માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે સુથાર દૃષ્ટિ અનિલકુમાર, દ્વિતીય નંબરે પ્રજાપતિ હેપી ગોવિંદભાઈ, તેમજ તૃતીય નંબર મોમીન સાયમાં અખ્તર ફારુખભાઈએ પ્રાપ્ત કર્યો હતો. તથા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત "નિબંધ સ્પર્ધા" પણ યોજાવામાં હતી. જેમાં પ્રથમ નંબરે સુથાર ભાગ્યશ્રી શૈલેષભાઈ, દ્વિતીય નંબરે મન્સુરી રૂહિનબાનું રફિકભાઈ તેમજ તૃતીય નંબરે ચૌધરી અમરત હમીરભાઇએ સ્થાન પ્રાપ્ત કર્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના મતદાર જાગૃતિ સમિતિના સભ્ય એવા શિક્ષક જીગર પટેલ તેમજ અન્ય સમિતિના શિક્ષકોના સહયોગથી કરવામાં આવ્યું. મતદાર જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...