તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતિન પટેલનો નિર્ણય:વિસનગર સાર્વજનિક સ્મશાનની ગેસ ભઠ્ઠીનું બિલ સંપૂર્ણ માફ કરાયું

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો નિર્ણય

વિસનગર સાર્વજનિક સ્મશાનની ગેસની ભઠ્ઠીઓનું ગેસ બિલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા કાયમી ધોરણે માફ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી સંસ્થાએ તેમના જન્મદિને બાળકોને ફ્રૂટ વિતરણ કરી ખુશી વ્યક્ત કરી હતી.

વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહનું સંચાલન અંતિમ વિસામો ટ્રસ્ટ અને સ્વસ્તિક મિત્ર મંડળ દ્વારા કરાય છે. જેમાં મૃતકોની અંતિમવિધિ એક રૂપિયા ટોકનમાં કરાય છે. મહામારીમાં રોજ 15થી વધુ મૃતકોની અંતિમવિધિ કરાઇ હતી. ગેસથી ચાલતી ભઠ્ઠીઓમાં સાબરમતી ગેસ કંપનીનું ઊંચુ બિલ આવતું હોઇ સાર્વજનિક સ્મશાનના પ્રમુખ અને જિલ્લા ભા.ઉપપ્રમુખ આર.કે. પટેલે ના. મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરતા કાયમી ધોરણે ગેસનું બિલ માફ કરવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...