તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વિસનગર પાલિકા પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ગાંધીને ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષમાં ચૂંટણી લડશે

વિસનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિકાસ મંચમાંથી ચૂંટાઈ પ્રમુખ બન્યા બાદ ભાજપમાં જોડાયા હતા
 • ટિકિટનું વચન ના પાળ્યું અને એક જ સમાજના 3ને ટિકિટ આપી

વિસનગર પાલિકામાં ભાજપમાં જોડાયેલા પૂર્વ પાલિકા પ્રમુખ ગોવિંદભાઇ ગાંધીને ટિકિટ નહીં મળતાં શનિવારે અપક્ષો સાથે પેનલ બનાવી ઉમેદવારી નોંધાવી છે. આ અંગે ગોવિંદભાઇ ગાંધીએ જણાવ્યું કે, અમે ભાજપમાં જોડાયા બાદ ટિકિટનું વચન અપાયું હતું. તેમ છતાં ટિકિટ ન આપતાં તેમજ એક જ સમાજના ત્રણ ઉમેદવારોને ટિકિટ આપતાં ઉમેદવારી કરી છે.

વિસનગર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ગાંધી ગત ટર્મમાં વિકાસમંચમાંથી ચૂંટાયા હતા અને અઢી વર્ષ બાદ કોંગ્રેસ અને વિકાસમંચના ગઠબંધન દ્વારા તેમને પ્રમુખ બનાવાયા હતા. સવા વર્ષ અગાઉ પાલિકા પ્રમુખ સહિત 8 સભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા. આ ચૂંટણીમાં તેમને ભાજપની ટિકિટ નહીં મળતાં તેમણે શનિવારે અપક્ષો સાથે પેનલ બનાવી ઉમેદવારી રજૂ કરી છે. પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટાઈ પાલિકા પ્રમુખ રહ્યા બાદ ભાજપ સાથે જોડાણ કર્યું હતું.

ભાજપે વોર્ડ નં.3 અને વોર્ડ નં.6ના ઉમેદવારો જાહેર કર્યા
વિસનગર પાલિકાના વોર્ડ નં.3 અને 6ના ઉમેદવારોનું લિસ્ટ ભાજપે પાછળથી જાહેર કર્યું હતું જેમાં શહેર પ્રમુખ વિજયભાઇ બળદેવભાઇ પટેલને ટિકિટ આપી છે. અન્ય નવા ચહેરા છે. વોર્ડ નં. 3માં કંસારા શાલીનીબેન હરિવદન, પટેલ ચાર્મીબેન માૈલિકભાઇ, મોદી ભાવેશભાઇ જ્યંતિલાલ, પંડ્યા જયેશભાઇ બબલરામ, જ્યારે વોર્ડ નં. 6માં પટેલ સેજલબેન મનોજભાઇ, પટેલ પિન્કીબેન વિષ્ણુભાઇ, બારોટ મનીષચંદ્ર શૈલેશચંદ્ર અને પટેલ વિજયભાઇ બળદેવ ભાઇએ ફોર્મ ભર્યા હતા.

વિસનગર પાલિકામાં કોંગ્રેસે 8 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા
વિસનગર પાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસે વિકાસ મંચ સાથે રહી સત્તા હાંસલ કરી હતી. બાદમાં વિકાસ મંચના કેટલાક સભ્યો ભાજપમાં જોડાયા હતા. આ વખતે કોંગ્રેસે પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં-6માં અપક્ષોને ટેકો જાહેર કર્યો છે. વિસનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે છેલ્લે સુધી યાદી જાહેર નહીં કરતાં શહેર પ્રમુખ મનુજી ઠાકોર ચુપચાપ 2.45 વાગે પ્રાંત કચેરીએ જઇ 32 ઉમેદવારોના મેન્ડેટ આપી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 8 વોર્ડમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે વોર્ડ નં. 6માં અપક્ષોને સમર્થન આપવાનું નક્કી કરતાં ઉમેદવારો ઉભા રાખ્યા નથી. વોર્ડ નં.8માં ઉમેદવારી કરનાર વાઘેલા અશોકસિંહ સોમાજીને અગાઉ મેન્ડેટ આપવાની ખાત્રી આપી હોવા છતાં મેન્ડેટ ન મળતાં શહેર પ્રમુખ મનુજી સાથે તાલુકા સેવાસદન ખાતે રકઝક થઇ હતી. અશોકસિંહ મહેસાણા જિલ્લા મહામંત્રી અને શહેર સેવાદળના પ્રમુખ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો