નોટિસ:વિસનગર પાલિકાએ વેરા વસૂલાત 80 ટકાના લક્ષ્યાંકે પહોંચવા અડધા સ્ટાફને કામે લગાડ્યો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 1 અને 3માં 800 બાકીદારોને વેરા ભરપાઈ કરવા નોટિસ

વિસનગર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ ના ભાગરૂપે 80 ટકાના લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકાના અડધા સ્ટાફને વેરા વસુલાતની ઝુંબેશમાં જોડવામાં આવ્યો છે. પાલિકાએ હાલ 59% વસૂલાત કરી છે અને હજુ પણ 21 ટકા વસુલાત ઝડપી બને તે માટે વોર્ડ નંબર એક અને બે માં 800 બાકીદારોને તાકીદે વેરો ભરપાઇ કરવા નોટિસ પાઠવવામાં આવી છે.દર વર્ષે 9.49 કરોડ વેરાનું ભરણું છે જેમાંથી અત્યાર સુધીમાં 5.60 કરોડની વસૂલાત થઈ જવા પામી છે. પાલિકાએ વેરા વસૂલાતના ઝુંબેશના ભાગરૂપે 80 ટકા વેરાની વસૂલાત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...